સમગ્ર મહેસાણા શહેર તથા આજુબાજુના જરૂરી હોય તેવા દર્દીઓને ડોક્ટરશ્રી ની ભલામણ મુજબ (WHOLE BLOOD તથા બલ્ડ કમ્પોનન્ટ જેમાં RCC, PRC, તથા FFP) નહી નફો નહી નુકશાન ના ધોરણે સપ્લાય કરવામાં આવે છે.
બ્લડબેંક દ્વારા થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને વિના મુલ્યે જરૂરીયાત મુજબનું લોહી ચઢાવી આપવામાં આવે છે. હાલ બ્લડબેંક પાસે આવા ૩૪ બાળક દર્દીઓ છે. જે વિના મુલ્યે સેવા મેળવી રહ્યા છે.
હીમોફીલીયા દર્દીઓને ડોક્ટરશ્રી ની સલાહ મુજબ જરૂરીયાત પ્રમાણે વિના મુલ્યે FRESH FROXEN PLAZMA આપવામાં આવે છે.
બ્લડબેંક પાસે બે એમ્બ્યુલન્સ વાન તથા એક અધ્યતન બલ્ડ કલેકશન વાન છે. આ વાન દ્વારા શહેરની આજુબાજુના નાના ગામો માં પણ જઈને નાના રક્તદાન કેમ્પનું આયોજન કરવાની સગવડ છે.
ટ્રસ્ટ EYE કલેકશન સેન્ટર ચલાવે છે. આ સેન્ટર દ્વારા મરનારના કુટુંબીજનોની ઈચ્છા મુજબ મૃત્યુબાદ ચક્ષુદાન લેવાની કાર્યવાહી કરવામાં આવે છે. મરનારના કુટુંબીજનો દ્વારા જાણ થતાં શક્ય ત્વરાએ આવુ ચક્ષુદાન લેવામાં આવે છે. તથા તુરંત જ તેને રાજ્યના ચક્ષુ સ્વીકાર કેન્દ્રમાં મોકલી આપવામાં આવે છે.
બ્લડબેંક જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ દ્વારા આયોજીત શહેરમાં તથા આસપાસ ના ગામડાઓમાં જઈ રક્તદાન શીબીરોનું આયોજન કરવામાં આવે છે. ઓછામાં ઓછી ૨૫ બોટલ કે તેથી વધુ બોટલ ના કેમ્પનું આયોજન કરી શકાય છે. આવા કેમ્પનું આયોજન કરવા માટે બ્લડબેંકનો સંપર્ક કરી આવા આયોજનની જાણ કરવાથી બ્લડબેંક તરફથી આપવામાં આવતુ એક ફોર્મ ભરવાથી આવા શિબીરોનું આયોજન કરી શકાય છે.