logo1
logo2

Eye Bank

મહેસાણા જેસીસ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ધી મહેસાણા નાગરિક સહકારી બેન્ક લિ. ચક્ષ

મહેસાણા જેસીસ માટે ચક્ષુબેન્ક પ્રવૃત્તિ ગૌરવ સમાન છે. સને ૧૯૮૧ થી શરૂ કરેલ ચક્ષુદાનની પ્રવૃત્તિ ઉતરોઉત્તર પ્રગતિથી આ પ્રવૃત્તિ ફક્ત સંસ્થાની જ ના રહેતા લોક સમુદાયની પ્રવૃત્તિ બની છે. શહેરના દરેક વિસ્તારના નગરજનોમાં આ પ્રવૃત્તિ માટે સદભાવના અને લાગણી છે. એટલે જ આ પ્રવૃત્તિએ સંતોષકારક વેગ પકડયો છે. જેનો આપને ચાર્ટ ઉપરથી ખ્યાલ આવશે.

૧૯૮૧ – ૬ ૧૯૮૨ – ૪૬ ૧૯૮૩ – ૧૧૪ ૧૯૮૪ – ૧૬૬ ૧૯૮૫ – ૮૬ ૧૯૮૬ – ૧૧૪ ૧૯૮૭ – ૧૨૮ ૧૯૮૮ – ૧૩૬
૧૯૮૯ – ૧૨૦ ૧૯૯૦ – ૧૩૪ ૧૯૯૧ – ૧૩૮ ૧૯૯૨ – ૧૪૪ ૧૯૯૩ – ૧૭૭ ૧૯૯૪ – ૧૮૪ ૧૯૯૫ – ૧૦૮ ૧૯૯૬ – ૧૩૨
૧૯૯૭ – ૧૪૬ ૧૯૯૮ – ૧૩૮ ૧૯૯૯ – ૧૩૨ ૨૦૦૦ – ૯૪ ૨૦૦૧ – ૮૮ ૨૦૦૨ – ૬૨ ૨૦૦૩ – ૧૪ ૨૦૦૪ – ૩૨
૨૦૦૫ – ૨૪ ૨૦૦૬ – ૪૬ ૨૦૦૭ – ૨૪ ૨૦૦૮ – ૪૪

ચક્ષુદાનની પ્રવૃત્તિમાં અનેક નામી-અનામી વ્યક્તિઓનો ફાળો છે. પ્રથમ નજરે ખુબ જ સરલ લાગતી આ પ્રવૃત્તિ જ્યારે ખરેખરા કાર્યમાં આવે ઠે ત્યારે યુદ્ધના ધોરણે કામ લાગતી આ કાર્યવાહી છે. ચક્ષુદાન નો કોલ આવ્ય પછી સમયનું બંધન ખુબજ મોટું હોય છે. આ સમયે ડોક્ટરની સેવા ખુબ જ નોંધપાત્ર બની જાય છે. દિવસ દરમ્યાન ચાલુ પ્રેકટીશના સમયે અથવા મોટી રાત્રે ચક્ષુદાન લેવા જવા ડોક્ટરના સમયનું પાસુ અતિ કઠિન કાર્ય છે. આ સેવામાં શહેરના ડોક્ટર સાહેબોનો ફાળો છે, જે આ સેવાના કાર્યમાં માનવસેવા આપે છે. જેમાં ડો. રમેશભાઈ પી. જનસારી, ડો.યુ.લી. વસાવડા, ડો. મેનાબેન એન.દેસાઈ, ડો. રાજેશ કે. પટેલ, ડો. આર. એ. પટેલ, ડો. પી.આર.પટેલ, ડો. ગિરિશભાઈ કે. કંદોઈ, ડો. અનિલ જે. નાયકની સેવાઓ નોંધપાત્ર છે. આ સેવાકીય પ્રવૃત્તિની સુવાસમાં શહેરના નામી-અનામી વ્યક્તિઓનો ફાળો છે. સર્વેના અમો અત્યંત રૂણી છીએ.

ચક્ષુદાન પ્રવૃત્તિમાં ફેમીલી ડોક્ટર :

ચક્ષુદાન પ્રવૃત્તિમાં અનેક પરિબળો ભાગ ભજવી શકે છે. જેમાંથી સૌથી વિશેષ અને પરિણાત્મક ભાગ ભજવી શકે તેવું માધ્યમ હોય તો તે છે ફેમીલી ડોક્ટરનો આ પ્રવૃત્તિમાં સહયોગ ફેમીલી ડોક્ટર ચક્ષુદાનની પ્રેરણા આપવા, સમજ અપાવવા અને મૃત્યુની ગંભીર સમયે આ વાત કહેનાર ખુબ જ મહત્વનું કાર્ય કરી શકે છે.

ફેમીલી ડોક્ટરની પ્રેરણા કેમ અસરકારક ?

સામાન્ય રીતે કોઈ દર્દીના મૃત્યુ સમયે જે તે કુટુંબના ફેમીલી ડોક્ટર હાજર હોય છે અથવા આ સમયમાં નજીકમાં નજીક તેમનો સંપર્ક સાધવામાં આવે છે. લગભગ બધા કેસોમાં મૃત્યનું જાહેરત તેઓ કરતા હોય છે, તેમનો અભિપ્રાય પ્રમાણભુત લેવા તેમનો સંપર્ક લગભગ અનિવાર્ય બને છે.

ફેમીલી ડોક્ટર સ્વર્ગસ્થના કુટુંબ સાથે નજીકનો માનભર્યા સંબંધ ધરાવે છે. તેમનો અભિપ્રાય અને વચનો માનભર્યા રીતે સ્વીકારવામાં આવે છે.

આ સમયો ફેમીલી ડોક્ટર હાજર રહી અથવા સમાચાર આપીને ચક્ષુદાનની વાત કરે તો અમારા મત મુજબ ૮૦ ટકા કેસમાં ચક્ષુદાન ખુબ જ સરળતાથી કરી શકાય છે. મૃત્યુ સમયે ફેમીલી ડોક્ટરની સલાહ અસરકારક બની શકે છે.

ચક્ષુદાન નહીં થવાના કારણો :

અજ્ઞાનતા : આમ જનતા ના ૭૦ ટકા લોકોને આ દાનની ઉપયોગીતાનો ખ્યાલ હોતો નથી અથવા તેમનામાં કેટલાક ને ખબર હોય તો, કેટલાક અધુરૂ જ્ઞાન ધરાવે છે. જેમ કે માનવીના મૃત્યુના પહેલા ચક્ષુ લઈ લેવા જોઈએ, તેવું તેઓ જ્ઞાન ધરાવતા હોય છે અથવા મૃત્યુ પછી પાંચ દસ મિનિટમાં ચક્ષુ લઈ લેનવા તેઓ ખ્યાલ ધરાવે છે. ચક્ષુદાન માનવીના મૃત્યુ પછી જ લેવામાં આવે છે, સામાન્ય રીતે મૃત્યુ પછી ચાર-પાંચ કલાકમાં ચક્ષુ લેવામાં આવે તો વાંધો આવતો નથી.

ચક્ષુદાન આપવા કયાં સંપર્ક સાધવો : મૃત્યુ પછી સ્વર્ગસ્થના કુંટુબીજનોને ચક્ષિદાન અપાવવાની ઈચ્છા થાય છે. પરુંત તે સમયે ક્યાં સંપર્ક કરવો તેનો ખ્યાલ કે યાદ આપતું નથી. ચક્ષુદાન અંગેનો કોલ ક્યાં આવતો અને તે અંગે જવાબદાર કેન્દ્ર કે વ્યક્તિને પુરતી માહિતી આપવાથી કાર્ય સરળ બને છે.

લાગણી : મૃત્યુના કરુણ સમયે કેટલાક ફેમીલી મેમ્બરને ચક્ષુદાન કરવું જોઈએ તેમ યાદ આવે છે. પરંતુ મારી વાત અન્ય કોઈ માનશે ? હમણાં રડયા રડ થાય છે. કઈ રીતે કહેવું ? આવા પ્રશ્નો હાજર રહેલા અન્ય વ્યક્તિઓને થાય છે. મૃત્યુ પછી એક જ કલાક પછી જ્યારે વાતાવણ થોડું હળવું થાય ત્યારે જવાબદાર વ્યક્તિને આ વાત કરવી, ખાસ કરીને જેમનો સ્વભાવ સેવાભાવી અને પ્રગતિશીલ હોય તેમને આ વાત કરવાથી આ કાર્યમાં મદદરૂપ બને છે.

ધર્મ : કેટલાક લોકો અંધશ્રદ્ધા માં રહીને આ દાન કરવા નકારાત્મક વલણ ધરાવે છે. ધ્મના સાચા સ્વરૂપ અજ્ઞાનતાને લીધે કેટલીક ખોટી માન્યતા અનેક લોકો ધરાવે છે. વાલ્મીકી રામાયણ અયોધ્યા કાંડ-૧૨ શ્લોક નં.૧૪ માં આ દાનનો પ્રસંગ આવે છે. ભારતીય સંસ્કૃતિમાં દાનનો મહિમા અનેરો છે. જેમાં અનેક પ્રસંગે શરીરના વિવિધ ભાગના દાન થયા છે. ધર્મનું સાચું સ્વરૂપ જાણનાર ચક્ષુદાનનો સ્વીકાર જલ્દી કરે છે.

સામાજીક રીતે : કેટલાક લોકો આવું દાન કરવાથી અજુગતું નહી લાગે ? મારી જ્ઞાતિના વડીલો આ વસ્તુનો સ્વીકાર કરશે કે નહીં ? તેવી ભ્રાંતિ કે ડર અનેક લોકોમાં હોય છે. સમાજમાં નવા વિચારો મુક્તા દરેક વ્યક્તિએ થોડો આત્મવિશ્વાસ ધરાવવો જોઈએ.

આજના વૈજ્ઞાનિક સમયમાં જે ચક્ષુ થોડાક સમયમાં રાખમાં ખાખ થવાના છે તે ચક્ષુ મૃત શરીરમાંથી સમયસર કાઢી લેવામાં આવે તો સ્વર્ગસ્થના કુટુંબીજનો કશું જ ગુમાવતા નથી. જન્મ તેનું મરણ નક્કી છે તે દેહ માટે પણ કશો ફેર પડવાનો નથી તો આ દાન અંગે પ્રેરણા આપવી, તે માટે અંગુલી દર્શન કરવું કે તે દાન અપાવવા થોડા સમયનો, શક્તિનો ઉપયોગ કરવાથી કોણે શું ગુમાવવાનું છે ? આંગળી ચીંધ્યાનું પુણ્ય મેળવવાથી મદદરૂપ થતા વ્યક્તિઓનો જરૂરી આત્મસંતોષ થાય છે કે થોડી દોડધામ કઈ અંધજનના જીવનમાં પ્રકાશ લાવશે.

  • મૃત્યુ પછી માનવીનું અમૂલ્ય દાન ચક્ષુદાન….
  • કોઈપણ ઉંમરની વ્યક્તિ મૃત્યુબાદ ચક્ષુદાન કરી શકે છે.
  • આંખે મોતીયો, ચશ્મા, ઝામર, વેલ કે ઓપરેશન કરાવ્યું હોય છતાં ચધુદાન કરી શકાય છે.
  • મૃત્યુબાદ સ્વર્ગસ્થની આંખો બંધ કરી, આંખ પર સહેજ ભીનું સ્વચ્છ રૂ કે સ્વચ્છ કપડું મુકો.
  • મૃત્યુબાદ ચક્ષુબેન્કનો તરત જ રૂબરૂ કે ટેલીફોન થી સંપર્ક કરો.
  • મૃત્યુબાદ ત્રણ થી ચાર કલાકમાં ચક્ષુ લઈ શકાય છે.
  • ચક્ષુ બેન્કના સંપર્ક માટે ટેલીફોન નં.: ૨૫૧૨૫૨, ૨૪૩૬૩૪
  • મરણ નિવારી શકાતું નથી, પણ સુધારી તો શકાય. મહાપુરુષો કદી મરણને ટાળવાનો પ્રયત્ન કરતાં નથી કેવળ એને સુધારવાનો જ, પ્રયત્ન કરે છે અને એ, માટે નિજ જીવન ને અવું સુધારે છે. એવું સદપ્રવૃત્તિ મય રાખે છે, સદપ્રવૃત્તિના સહભાગી અને સાથી થાય છે. તેમનું મરણ આપોઆપ સુધરી જાય છે. મારું અઘરું છે ….. માની જીવનને સ્વીકારીશ.
  • મારું કઈ નથી માની, મૃત્યુ માટે તૈયાર રહી
Contact Us

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.